ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે સુરતના હીરા ઉદ્યોગ પર અસર થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. બીજી તરફ સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર પણ ગંભીર અસરો વર્તાય તેવી શક્યતાઓ છે. જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો ખૂબજ માઠી અસરો જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રથી ખેતીવાડીના ઓજારો અને ઓટો પાર્ટ્સની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે.


યુદ્ધથી સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર ગંભીર અસર થશે

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધની સ્થિતિમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોને માઠી અસર થઈ શકે છે. આ અંગે રાજકોટમાં એન્જિનિયર એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પાચાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે, આ યુદ્ધને કારણે સૌરાષ્ટ્રના ઉદ્યોગોને અસર થવાની શક્યતાઓ છે. મિડલ ઈસ્ટ અને યુરોપ સહિતના દેશોમાં સૌરાષ્ટ્રમાંથી ખેતીવાડીના ઓજારો અને ઓટો પાર્ટ્સની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. હાલમાં સૌરાષ્ટ્રમાંથી હાર્મલ કેનાલ દ્વારા થતી નિકાસ બંધ થઈ ગઈ છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો ખૂબજ માઠી અસર વર્તાશે.


આ પણ વાંચોઃ Bhavnagar News: ખેડૂતવાસ વિસ્તારમાં સાતેક લોકોએ જૂની અદાવતમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો


  • Follow us on: