રાજકોટમાં બી.એ. ડાંગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ફરી વિવાદમાં આવી છે. ફી મુદ્દે વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. લેટ ફીના નામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતાં. વિદ્યાર્થીઓ અને કોલેજ તંત્ર વચ્ચે થયેલી માથાકૂટનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
લેટ ફીના નામે રોજના રૂ.100 ઉઘરાવવાનો આરોપ
રાજકોટની બી.એ.ડાંગર કોલેજમાં વિદ્યાર્થીઓને કોલેજ મેનેજમેન્ટ સાથે ફી અને હાજરી મુદ્દે થયેલી માથાકૂટનો એક વીડિયો હાલમા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લેટ ફી અને એટેન્ડન્સ ફીને લઈને વિદ્યાર્થીઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. કોલેજ દ્વારા લેટ ફીના નામે રોજના 100 રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.













