જીવ બચાવવા મહિલા પોલીસના ઘરમાં ઘૂસી અને 15થી વધુ લોકોના ટોળાએ કર્યો પથ્થરમારો, પોલીસમેન પરેશ સોઢીયાના ઘરમાં પથ્થરમારો થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી છે, જે પોલીસના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેને તો કોઈ વાંક જ નહી હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે.


જૂના મોરબી રોડ પરની ઘટના

મહિલાએ શેરીમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા પથ્થરમારો થયો હતો અને જીવ બચાવવા મહિલા પોલીસ કર્મચારીના ઘરમાં ઘૂસી જતા ટોળાને એમ થયું કે આ મહિલાનું ઘર છે તો પોલીસના ઘર પર પથ્થરમારો કર્યો હતો અને જેના કારણે ઘરના લોકો પણ ગભરાઈ ગયા હતા, જો કે સમય પ્રમાણે પોલીસ ત્યાં પહોંચી હતી જેના કારણે મામલો શાંત થયો હતો, હાલમાં આ કેસમાં પોલીસે ગુનો નોંધીને અમુક શખ્સોની અટકાયત કરી છે.

ટોળાએ પોલીસ કર્મચારીના ઘરમાં કર્યો પથ્થરમારો

રાજકોટમાં તોફાની તત્વો અવારનવાર સ્પીડમાં બાઇક લઈને નીકળે છે જેના કારણે મહિલાએ ઠપકો આપ્યો હતો કે બાઈક ધીરૂ ચલાવો અને ટોળાનું મગજ જતા પથ્થરમારો થયો હતો, 15થી વધુ લોકોના ટોળાએ કર્યો પથ્થરમારો અને સમગ્ર મામલે પોલીસ તપાસ હાથધરી છે.


આ પણ વાંચો : Ahmedabad News : ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી વિમાન સેવા પર અસર, અમદાવાદથી ટેકઓફ કરતી 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ


  • Follow us on: