મિડલ ઈસ્ટ જતી અને આવતી ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે અને મુસાફરો માટે હેલ્પલાઇન નં. 1800 123 3901 જાહેર કરવામાં આવી છે, ફલાઇટની સ્થિતિ તપાસ બાદ મુસાફરીની સલાહ આપવામાં આવી છે અને અમદાવાદ એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક કર્યા તૈયાર.


ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ખોરવાઈ છે અને દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ બંધ કરવામાં આવ્યા છે, હજારો ભારતીય મુસાફરો એરપોર્ટ પર ફસાયા છે અને તમામ ફ્લાઈટ્સ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે, ખાડી દેશોમાં અત્યંત ભયાનક સ્થિતિ સર્જાઈ છે અને યુદ્ધના કારણે એરસ્પેસ સંપૂર્ણ ખાલી કરાયા છે.

અમદાવાદના લોકો સાઉદી એરપોર્ટ પર ફસાયા

ઇઝરાયલે ઇરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો પર હુમલો કર્યો. જેના વળતા જવાબમાં, ઇરાને ઇઝરાયલ પર બદલો લેવા માટે કતાર, બહેરીન અને કુવૈત જેવા સાત દેશો પર આશરે 400 મિસાઇલો છોડી હતી. અમદાવાદના જમાલપુર-ખાડીયા વિસ્તારમાંથી ગલ્ફ કન્ટ્રીમાં ગયેલા કેટલાક યાત્રાળુઓ સાઉદી એરપોર્ટ પર ફસાયા હોવાનું સામે આવ્યું છે.


આ પણ વાંચો : પોલીસ પંચાત : 27 PIની બદલીઓ વચ્ચે 2 પી.આઈને તો ઘરના ખર્ચીને ચા પીવી પડે તો નવાઈ નહીં


 

  • Follow us on: