આગામી મંગળવારના રોજ એટલે કે 4 માર્ચે થનારા ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુરના સુપ્રસિદ્ધ જલારામ મંદિરના ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રહણના પાળવામાં આવતા સૂતક અને ધાર્મિક વિધિઓને પગલે મંદિરના દર્શન, આરતી અને અન્નક્ષેત્રના સમયમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે.
દર્શન અને આરતીના સમયમાં ફેરફાર
વીરપુર જલારામ મંદિર પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ગ્રહણના સમયગાળા દરમિયાન એટલે કે બપોરે 2:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રહેશે. સામાન્ય રીતે મંદિરમાં સાંધ્ય આરતી સાંજે 7:00 વાગ્યે થતી હોય છે, પરંતુ મંગળવારે ગ્રહણની અસરોને લીધે આ આરતી મોડી એટલે કે રાત્રે 9:00 વાગ્યે કરવામાં આવશે. આરતી બાદ જ ભક્તો દર્શનનો લાભ લઈ શકશે.













