અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત થયું છે, જેમાં પહેલા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય છે, ત્યારબાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની હત્યા કરી અને ત્યારબાદ પતિએ પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને બોડકદેવ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

અમદાવાદના બોડકદેવમાં ફાયરિંગથી દંપતિનું મોત

પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે, બોડકદેવ વિસ્તારમાં દંપતિનું ફાયરિંગથી મોત થતા આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા, જજીસ બંગલો ચાર રસ્તા પાસે NRI ટાવરમાં આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે અને મૃતક દંપતિના બે મહિના અગાઉ લગ્ન થયા હતા અને પતિ-પત્ની વચ્ચે અણબનાવના કારણે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે.

પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી

પરિવારમાં અન્ય સભ્યોના પણ પોલીસે નિવેદન લીધા છે અને જે પિસ્તલથી ફાયરિંગ કરવામાં આવ્યું છે તેનું લાયસન્સ છે કે નહી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, સમગ્ર ઘટનામાં બન્ને મૃતકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે, અને એફએસેલની ટીમ પણ સ્થળ પર છે.

મૃતકના નામ

યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ (33)

રાજેશ્વરી યશરાજસિંહ ગોહિલ (30)


આ પણ વાંચો : Weather News : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટયું, વહેલી સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અહેસાસ કરતા શહેરીજનો