બોપલમાં પિતરાઇ ભાઇએ ભાઈની હત્યા કરી નાખી છે અને તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા, રામુ કુશવાહની વિષ્ણુ કુશવાહે કરી હત્યા અને સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, આ ઘટના ગઈકાલે સાંજે બની છે અને આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.
મૃતક અને આરોપી કલર કામ કરતા હતા
બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે સાંજના સમયે હત્યાની એક ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસ તાત્કાલિક રીતે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આરોપીની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ મામલે બોપલ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા (BNS)કલમ 103 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
