મહત્વનું છે કે દંપત્તિને છેલ્લા બે દિવસથી આરોપીઓએ ડિજિટલ અરેસ્ટ બનાવી 60 લાખની એફડી તોડાવવા માટે દબાણ કરી રહ્યાં હોવાનું સામે આવ્યુ છે. વર્ષ 2006 થી અમેરિકામાં રહે છે દંપતિ અને છેલ્લા 4 વર્ષથી સારવાર માટે અમદાવાદ આવ્યું છે. પોતાનો બચાવ થતાં દંપતીએ પોલીસનો આભાર માન્યો છે.
મની લોન્ડ્રિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી આરોપીઓએ
પોલીસ સ્ટેશનમાં પોલીસનો આભાર માની રહેલા આ વૃદ્ધ એનઆરઆઈ રાજેન્દ્ર શેઠ છે, રાજેન્દ્ર શેઠ છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે અને બીમારીના કારણે છેલ્લા 4 વર્ષથી અમદાવાદમાં રહી રહ્યા છે, રાજેન્દ્ર શેઠને 25 ફેબ્રુઆરીના રોજ સવારે મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે કોલ આવ્યો અને નરેશ ગોયલના મની લોન્ડ્રિંગના કેસમાં તેમના આધારકાર્ડ અને બેંક અકાઉન્ટનો ઉપયોગ થયો છે. જેમાં ધરપકડ કરવાની વાત કરી બનાવટી અધિકારી અને કોર્ટ બતાવી ડરાવ્યા હતા.
સેટેલાઈટ પોલીસે દંપતીના રૂપિયા બચાવવા કરી મદદ
મહત્વનું છે કે બે દિવસ ડિજિટલ અરેસ્ટ રહેલા દંપતીને કોઈની સાથે વાત કરવા ન દીધી અને રાતે પણ ફોન ચાલુ રખાવ્યો હતો. સાથે જ બે દિવસ દરમિયાન વૃદ્ધની પ્રોપર્ટીની માહિતી મેળવી અને ફોન સતત ચાલુ રખાવી બેંકમાંથી એફડી તોડવા માટે દબાણ કરતા હતા આરોપીએ ડરાવીને વૃદ્ધ પાસેથી 15 લાખની એફડી તોડાવી રૂપિયા સેવિંગ ખાતામાં નખાવ્યા, મહત્વનું છે કે જ્યારે દંપતી બેંકમાં ગયુ ત્યારે પણ ફોન ચાલુ રાખ્યો હતો. જોકે સમગ્ર મામલે સેટેલાઈટ પોલીસને જાણ થતા પોલીસે ત્યાં પહોંચીને વૃદ્ધને બચાવી લીધા અને તેમના રુપિયા પણ.
ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ હોતું જ નથી
સાયબર ગઠીયાઓએ રાજેન્દ્ર ભાઈને એટલા ધમકાવ્યા હતા કે તે 60 લાખની એફડી તોડવાની વાત કરી પરંતુ રાજેન્દ્ર ભાઈએ તેનો વિરોધ કરી મિત્રને વાત કરતા તેમનો બચાવ થયો છે. મહત્વની વાત છે કે, આરોપીએ ફરિયાદીનો ફોન પણ હેક કર્યો હતો. જ્યારે પોલીસ તેમના ઘરે પહોચીં ત્યારે પણ આરોપીઓ ફોન પર વાતચિત કરતા હતા અને પોલીસે ફરિયાદીનો ફોન તોડાવી તેમની સાથે ચાલતી વાતચીત બંધ કરાવી હતી જેથી આ કિસ્સો તમામ લોકો માટે દાખલ રૂપ કિસ્સો છે અને હવે ભોગ બનનાર કહી રહ્યા છે કે, ડિજિટલ અરેસ્ટ જેવો કોઈ મામલો હોતો નથી જેથી તમામે સચેત રહેવુ જરુરી છે.
આ પણ વાંચો : Surat News : સુરતમાં રમત રમતમાં ટાબરિયાઓએ વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકતા પોલીસ થઈ દોડતી