સુરતથી મુંબઈ તરફ જતી વંદેભારત ટ્રેન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે ટાબરીયાઓએ રમત રમતમાં પથ્થર ફેંકતા રેલવે તંત્ર દોડતું થયુ હતુ. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થયા બાદ પથ્થરમારો કરનાર ટાબરીયાઓ સહિત તેના મા બાપને પણ પોલીસે બોલાવીને પુછપરછ કરી હતી.


સુરતથી મુંબઈ તરફ જઈ રહી હતી ટ્રેન

ટ્રેન પર પથ્થર મારવામાં આવે એટલે સુરક્ષામાં ચુક થઈ હોવાની ગણતરી કરીને સમગ્ર રેલવે તંત્ર દોડતું થઈ જાય છે. તેમજ તેના કારણો શોધવા માટે એડીચોટીના પ્રયાસો કરવામાં આવતા હોય છે. તેમાં પણ વંદેભારત જેવી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવે તો તેને ઘણી જ ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવતી હોય છે. આવો જ બનાવ સુરતથી મુંબઇ તરફ જતી વંદેભારત ટ્રેન પર ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે સાંજના સમયે આ ઘટના બની હતી.

તેમાં એક કોચની બારીના કાચને નુકસાન થયું હતુ

તેની જાણ મુસાફરે રેલવે સ્ટાફને કરવામાં આવતા નજીકના સ્ટેશન પર ભેસ્તાન પાસે વંદેભારત પર પથ્થર મારવામાં આવ્યાની વાત કરવામાં આવી હતી. સુરત આરપીએફની ટીમ દ્વારા તપાસ શરુ કરી હતી. તેમાં ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યાં કેટલાક શ્રમજીવીઓ કામ કરી રહ્યા હતા. જ્યારે તેના બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન બાળકોએ ટ્રેન પર પથ્થર ફેંકયા હતા. વંદેભારતની આગળ માલગાડી પસાર થઈ ત્યારે તેના પર પથ્થર ફેંકવામાં આવ્યા ત્યારે બાળકોને મજા પડી ગઈ હોવાની પણ વાત તેઓએ કરી હતી. ત્યાર બાદ વંદેભારત પર પથ્થર મારવામાં આવ્યા પોલીસની પુછપરછમાં બાળકોએ ભુલ કરી હોવાની હકીકતો બહાર આવી હતી.


આ પણ વાંચો : Surat News : સુરત મનપાના અધિકારી પર લાંચ કેસમાં કાર્યપાલ ઈજનેર વિપુલ ગણેશ વાલા ACBમાં હાજર થયો


  • Follow us on: