યુવકને આપવામાં આવેલા ઠપકાનો બદલો લેવા સમાધાન માટે બોલાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે ગુનો દાખલ કરી હત્યારાઓની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરી છે. કાંકરિયા નજીક આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે એક યુવકને સમાધાન માટે બોલાવી તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા નીપજાવવામાં આવી છે.

ચિરાગ રાઠોડ નામના 21 વર્ષેીય યુવકની હત્યા નીપજાવી 4 આરોપી ફરાર થયા છે

મહત્વનું છે કે, મૃતક યુવક તેના મિત્રની બહેનને પોતાની બહેન માનતો હોવાથી તેની સાથે ફરતા યુવકને ઠપકો આપ્યો હતો, મંથન ઉર્ફે ઋત્વિક પરમારની હરકતો યોગ્ય ન હોવાથી યુવકને પોતાની માનીતી બહેન સાથે સંબંધ ન રાખવા બાબતે ઝઘડો થયો હતો જેની અદાવતમાં રાત્રે સમાધાન માટે બોલાવી ચિરાગ રાઠોડની હત્યા નિપજાવવામા આવી છે, અંજલીના ભાઈ નયનને ફોન કરી આરોપીએ સમાધાન માટે બોલાવ્યો અને ત્યાં જ તેની પર હુમલો કરી હત્યા કરવામા આવી છે. જે અંગે મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

હત્યા કરી આરોપીઓ થયા ફરાર

મૃતક ચિરાગ રાઠોડ માનીતી બહેન અંજલીનુ ભવિષ્ય ન બગડે તે માટે ઋત્વિક પરમારથી દૂર રહેવાની સલાહ આપી હતી અને તે જ સલાહ બાબતે થયેલી તકરાર ના સમાધાન માટે બોલાવી મંથન ઉર્ફે ઋત્વિક પરમાર, જયદીપ શાહ, હર્ષિલ શાહ તથા વિજય ઉર્ફે વી પી પરમારે ભેગા મળીને હથિયારના ઘા મારી હત્યા નિપજાવી હોવાનુ સામે આવ્યું છે. જે અંગે પોલીસે હત્યામાં ફરાર આરોપીઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે. બહેનનુ ભવિષ્ય ન બગડે તેની ચિંતા કરનાર ભાઈની તેના જ કારણે હત્યા થઈ છે. ત્યારે હત્યા માટે આ જ કારણ જવાબદાર છે કે પછી અન્ય કોઈ હકીકત સામે આવે છે તે જોવુ મહત્વનું છે.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના કૃષ્ણનગરમાં ઉત્તરાયણના પર્વે દારૂડિયા બન્યા બેફામ, દારૂ પીધા બાદ વાહનોમાં કરી તોડફોડ