અમદાવાદમાં વધુ એક છેતરપિંડીનો મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાપડની ખરીદી કરવામાં આવી હતી અને વેપારીઓને વાયદો આપી રૂપિયા ચૂકવણીની વાત કરી હતી અને આ મામલે સમયાંતરે વેપારીને રૂપિયા ન ચૂકવી રૂપિયા 2,48,12,413ની છેતરપિંડી કરતા ગુનો નોંધાયો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

120 દિવસમાં રૂપિયા ચૂકવવાની વાત હતી પણ તે ચૂકવ્યા નહી

તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાની પ્રાઇવેટ લિમિટેડ ફર્મમાં ફરીયાદી પાસેથી તા.05-01-2023 થી 29-12-2023 સુધીમાં ઉધારીમાં જથ્થાબંધ ડેનિમ કાપડની ખરીદ કરીને 120 દિવસમાં પેમેન્ટ ચુકવી દેવાની ખાતરી ભરોસો આપી બાકી રહેતા રૂ.2,48,12,413 વેપારીઓએ આજદીન સુધી અવાર નવાર માંગણી કરવા છતા નહિ ચુકવી આપી વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે ગુનો નોંધાયો હતો.

અમદાવાદથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી

ડી.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ-એ -૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના કામે રૂ. ૨,૪૮,૧૨,૪૧૩/- વિશ્વાસધાત છેતરપિંડીના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી ન્યુ ક્લોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાન્ચ. અમદાવાદ શહેર ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી તથા કર્મચારીઓને ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ કરી ગુનાના મુખ્ય આરોપીઓને શોધી કાઢી તેઓના વિરૂધ્ધ કાયદેસરના પગલા ભરવા જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે ન્યુ કલોથ માર્કેટ વિંગ આર્થીક ગુના નિવારણ શાખાના અધિકારી/કર્મચારીઓ આવા ગુના શોધી કાઢવા કાર્યશીલ હતા. ડી.સી.બી. પો સ્ટે ગુ.ર.નં.પાર્ટ-એ- ૧૧૧૯૧૦૧૧૨૬૦૦૭૬/૨૦૨૬ ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨)¸૩૧૬(૫)¸૫૪ મુજબની ફરીયાદ તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ દાખલ થઈ હતી. ફરીયાદી અરુણકુમાર જ્વાલાપ્રસાદ તુલશ્યાન ઉ.વ-૬૬ ધંધો-વેપાર રહે-મ.નં-૪૪૪, લેન નં.૧૯ સત્યાગ્રહ છાવણી ભાવનિર્ઝર સેટેલાઇટ.

આરોપીઓના નામ

01- દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ

02-ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ 

03- મંજુલાબેન વા/ઓ દક્ષેશ જીતેંદ્રકુમાર ગોહિલ

04-કિંજલબેન વા/ઓ ધવલભાઇ જીતેંદ્રકુમાર ગોહિલ

05-યામીકાબેન વા/ઓ જયદિપ મહેશભાઇ ખત્રી

06- જયદિપ મહેશભાઇ ખત્રી

આરોપીઓ મૂળ અમદાવાદના રહેવાસી

આ ગુનાની તપાસ ન્યુ કલોથ માર્કેટ વિંગના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.સાટીયા ચલાવી રહ્યાં છે અને તેઓએ એસ.આઇ.ટી. ન્યુ કલોથ માર્કેટ વિંગના કર્મચારીઓને સાથે રાખી મોબાઇલ નંબરોના સી.ડી.આર/એસ.ડી.આર. મેળવી કંન્ટ્રોલ રૂમ ખાતેથી આરોપીઓના વાહનોના નંબર મેળવી તેઓની અવરજવર ના સમય મેળવેલ ત્યાર બાદ આ કામના આરોપીઓ ગુજરાત અમદાવાદમાં હોવાની કડી મેળવેલ અને આરોપીઓને પકડવા સારૂ ટીમ બનાવી અમદાવાદ ખાતેથી પકડયા હતા.


આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં કમોસમી વરસાદનું તાંડવ, બારમાસી મસાલા માર્કેટ પડી ભાંગી