અમદાવાદ એરપોર્ટ પરથી બે મુસાફરો પાસેથી હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, બેંગકોકથી લાવવામાં આવ્યો હતો હાઇબ્રિડ ગાંજો અને 2.25 કિલો હાઇબ્રિડ ગાંજો DRIની બાતમીથી કસ્ટમ વિભાગે જપ્ત કર્યો છે અને NDPSએક્ટ હેઠળ 2 મુસાફરની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંજો કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે

કસ્ટમ વિભાગ અને ડીઆરઆઈ વિભાગ હંમેશા માટે તેમની કામગીરીમાં અવલ્લ નંબર રહ્યું છે, ત્યારે અમદાવાદ એરપોર્ટ પરથી હાઈબ્રિડ ગાંજો બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે, આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તે દિશામાં કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે, સાથે સાથે અમદાવાદ એરપોર્ટ પોલીસને પણ જાણ કરવામાં આવી છે, ઝડપાયેલ બન્ને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએએસ એકટ મુજબ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

સ્મગલરોએ નવી મોડસ ઓપરેન્ડી શોધી લીધી

કોઈ પણ એજન્સી જયારે ગાંજો કે ડ્રગ્સ પકડે છે તો તેની કાર્યવાહી એનડીપીએસ એકટ હેઠળ થતી હોય છે, અને તેની અલગ કોર્ટ હોય છે જેમાં જેલની સજા સુધીની જોગવાઈ છે, ત્યારે અસંખ્ય પેડલરોને જેલની સજા થઈ છે અને જેલમાં સડી રહ્યાં છે, યુવાધન સૌથી વધારે ગાંજાના રવાડે ચડયું છે, તો ગાંજો જેમાં બનાવાય છે તે ગોગા પેપરની પણ ગુજરાત પોલીસે તપાસ કરી હતી અને જે તે લોકો વેચાણ કરતા હતા તેમની સામે ગુનો પણ નોંધ્યો હતો.


આ પણ વાંચો : Rajkot News : ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરતા 1.50 લાખથી મુસાફરો રાજકોટ રેલવે ડિવિઝને ઝડપ્યા, રેલવેએ 10.95 કરોડનો દંડ વસૂલ્યો