વગર ટિકિટ અને અનિયમિત મુસાફરી કરતા મુસાફરો વિરુદ્ધ હાથ ધરાયેલી સઘન કાર્યવાહીથી ડિવિઝને રૂ.૧૦.૯૫ કરોડની આવક મેળવી છે. ગત વર્ષમાં મળેલી ३.6.50 કરોડની સરખામણીએ આ આવકમાં ૬૮.૨૩ ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે.
અનધિકૃત રીતે મુસાફરી કરતા મુસાફરો પણ ઝડપાયા
રાજકોટ રેલવે ડિવિઝનના સુત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે ટિકિટ વગર મુસાફરી કરતા કુલ ૧,૫૦,૬૮૧ કેસ નોંધાયા, જે ગત વર્ષના ૯૫,૦૧૧ કેસની તુલનામાં ૫૮.૫૯ ટકા વધુ છે. વિગતવાર આંકડાઓ મુજબ, વગર ટિકિટ મુસાફરીના ૭૩,૬૧૮ કેસોમાંથી રૂ.૬.૮૫ કરોડની વસુલાત કરવામાં આવી હતી. જયારે ઊંચી શ્રેણીમાં અનધિકૃત રીતે મુસાફરી કરતા ૭૧,૪૨૭ મુસાફરો પાસેથી રૂ.૪.૦૬૬ કરોડ વસુલાયા હતા.
