જૂનાગઢ જેલમાં કાચા કામના આરોપી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે, ખાનગી બાતમી પરથી રાત્રે અચાનક તપાસ જેલની સ્કવોડ દ્વારા કરવામાં આવી હતી અને બેરેક નંબર એકમાં તપાસ હાથ ધરાઈ હતી, તકીયા નીચેથી મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે, સીમકાર્ડ, બેટરી એડેપ્ટર સહિત સામાન મળી આવ્યો છે અને જેલમાં પ્રતિબંધિત વસ્તુ રાખતા ગુનો નોંધાયો છે.

જૂનાગઢ જેલમાં કાચા કામના કેદી પાસેથી મોબાઈલ મળ્યો

જેલમાંથી અવાર-નવાર મોબાઈલ ફોન, ચાર્જર અને સીમકાર્ડ મળી આવતા હોય છે ત્યારે બેરેક નંબર 11માં કાચા કામના કેદી અયાન ઉર્ફે પાંચીયા પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે, ત્યારે ફોનમાં રહેલું સીમકાર્ડ એકટિવ હોવાની વાત સામે આવી છે, તો જેલની સ્કોવડ દ્વારા બાજુમાં પડેલી બ્લુ કલરની પ્લાસ્ટિકની ડબ્બી ચેક કરતા તેમાંથી લાલ કલરના કેબલ સાથેનું સફેદ કલરનું એડેપ્ટર અને દરેકની બંધ ટ્યુબલાઈટની પટ્ટીમાં ભરાવેલ ટુ પીન હોલ્ડર પણ મળી આવ્યું હતુ.