યાત્રિયોની સુવિધા અને વધુ સારી રેલ સેવાઓ પૂરી પાડવાના હેતુસર પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મીટર ગેજ (MG) સેક્શનમાં 8 ટ્રેનોનું નિયમિત સંચાલન કરવામાં આવી રહ્યું છે. પશ્ચિમ રેલવે યાત્રિયોને અપીલ કરે છે કે તેઓ આ ટ્રેન સેવાઓનો વધુમાં વધુ લાભ ઉઠાવે અને સુરક્ષિત તથા આરામદાયક મુસાફરીનો અનુભવ કરે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું કે, પ્રવાસીઓએ આ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. ટ્રેનોની સમયસારણીની વિગત સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી છે તેમજ રેલવેના સત્તાવાર માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી પ્રવાસીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
મીટર ગેજ સેક્શનમાં સંચાલિત ટ્રેનોની વિગત નીચે મુજબ છે
1.ટ્રેન નંબર 52949 વેરાવળ-દેલવાડા મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશનથી બપોરે 14:00 વાગ્યે પ્રસ્થાન કરી 17:40 વાગ્યે દેલવાડા સ્ટેશન પર પહોંચે છે.
2.ટ્રેન નંબર 52955 વેરાવળ-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન વેરાવળ સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરી 10:20 વાગ્યે જૂનાગઢ પહોંચે છે.
3.ટ્રેન નંબર 52946 જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 06:15 વાગ્યે પ્રસ્થાન કરી 10:20 વાગ્યે વેરાવળ પહોંચે છે.
4.ટ્રેન નંબર 52952 જૂનાગઢ-દેલવાડા મીટર ગેજ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 08:00 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14:40 વાગ્યે દેલવાડા પહોંચે છે.
5.ટ્રેન નંબર 09595 જૂનાગઢ-ચાલાળા મીટર ગેજ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી સવારે 11:30 વાગ્યે પ્રસ્થાન કરી બપોરે 14:50 વાગ્યે ચાલાળા પહોંચે છે।.
6.ટ્રેન નંબર 52950 દેલવાડા-વેરાવળ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશનથી સવારે 07:50 વાગ્યે પ્રસ્થાન કરી 11:10 વાગ્યે વેરાવળ પહોંચે છે.
7.ટ્રેન નંબર 52951 દેલવાડા-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન દેલવાડા સ્ટેશનથી સવારે 11:00 વાગ્યે પ્રસ્થાન કરી 17:25 વાગ્યે જૂનાગઢ પહોંચે છે.
8.ટ્રેન નંબર 09596 ચાલાળા-જૂનાગઢ મીટર ગેજ સ્પેશિયલ ટ્રેન ચાલાળા સ્ટેશનથી બપોરે 15:20 વાગ્યે પ્રસ્થાન કરી સાંજે 18:45 વાગ્યે જૂનાગઢ પહોંચે છે.
આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં મનપા ચૂંટણીની તૈયારી, ચૂંટણીને લઈ ઉમેદવાર 6 લાખને બદલે 9 લાખ સુધીનો ખર્ચ કરી શકશે