બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં હિટ એન્ડ રનમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે, અજાણ્યો ટ્રકનો ચાલક ટક્કર મારી ફરાર થયો છે, 40 પદયાત્રીઓ ખોડિયાર મંદિરે પગપાળા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની છે, બગોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

બાવળા-બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના

ગાંધીનગર અને મહેસાણા જિલ્લાથી 40 પદયાત્રીઓ જઈ રહ્યા હતા ખોડીયાર મંદિર અને 25 તારીખે નીકળ્યો હતો સંઘ જેમાં 27 તારીખ રાત્રીના રોહીકા નજીક રોકાયો હતો સંઘ અને આજે સવારે ત્રણ વાગ્યે રોહીકાથી બગોદરા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ટ્રકના ચાલકે માતાજીના રથને ટક્કર મારી હતી અને એક વ્યકિતનું ઘટના સ્થળે મોત થયું છે. એક વ્યકિતને પ્રાથમિક સારવાર માટે ખસેડાયો છે, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.


આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી વર્ષ ૨૦૨૫-૨૬માં ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ’ શરૂ કરવામાં આવશે