અમદાવાદ પીરાણા પાસેથી દારુ ભરેલ કાર ઝડપાઇ છે અને PCBએ 4.55 લાખના દારુ સાથે એકને ઝડપ્યો છે, રાજસ્થાન પાલીનો રવિ વછેટાને પોલીસે ઝડપ્યો અને કાર સહિત કુલ 9.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, નરોડા અને શાહીબાગનો બુટલેગર ફરાર થયો છે.
પીસીબીએ દારુ સાથે એકની કરી ધરપકડ
અમદાવાદ પીસીબીએ વિશાલા સર્કલથી નારોલ સર્કલ તરફ જતા રોડ ઉપર આવેલ પીરાણા ચાર રસ્તા પાસે દેવ હોટલ સામે રોડ ઉપર જાહેરમાં દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે અને એક શખ્સની અટકાયત કરી છે, દારૂ કયાં અને કોને આપવાનો હતો એ દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, સમગ્ર ઘટનામાં આગળની તપાસ નારોલ પોલીસ કરી રહી છે.
ઝડપાયેલ મુદામાલ
(1) ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી શિલબંધ બોટલો નંગ-863 કિ.રૂ.4,55,900/-
(2) હુંડાઇ i-20 કાર કિ. રૂ.5,00,000/-
(3)મોબાઇલ ફોન-01 કિ.રૂ.5,000/-
(4) કાળુ કપડુ-01 કિ.રૂ.00/- મળી કુલ્લે રૂ.9,60,600/-નો મુદ્દામાલ
ઝડપાયેલ આરોપી
રવિ ગોપાલભાઇ વછેટા ઉવ.35 રહે.A/56,આરતી નગર રાણીપુર ગામ નારોલ અમદાવાદ શહેર. મુળ ગામ-દેસુરી તા.દેસુરી જિ.પાલી રાજસ્થાન
નહી પકડાયેલ આરોપી
(1) વિપુલ રહે.નરોડા
(2) વિકો ઝાલા રહે.પટેલ સોસાયટી અસારવા શાહીબાગ અમદાવાદ
(3) અમીયા ઉર્ફે ગુરુ રહે.શાહીબાગ
(4) લાલો રહે.શાહીબાગ
પોલીસ પંચાત : Junagadh News : જૂનાગઢના ભવનાથમાં ભકતોનું ઘોડાપૂર ઉમટયું, અત્યાર સુધી 7 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા