હિંમતસિંહ પટેલના પુત્રએ નશાની હાલતમાં અકસ્માત સર્જતા વિવાદ થયો હતો અને યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમર વિરુદ્દ ફરિયાદ નોંધાઈ છે, કારમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને માધુપુરા પોલીસે છોડ્યા બાદ ફરી ધરપક્ડ કરી હતી, વીડિયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે.


[[$googlead]]

કોંગ્રેસના નેતા હિંમતસિંહના પુત્ર વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદમાં કોંગ્રેસના મોટા નેતા હિંમતસિંહના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, દારૂનો નશો કરીને પુત્રએ દુધેશ્વર સર્કલ પાસે કર્યો હતો અકસ્માત અને દારુના નશામાં અકસ્માત સર્જતા વિવાદ થયો હતો, કારમાંથી યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમર નશાની હાલતમાં ઝડપાયા હોવાની વાત સામે આવી છે અને સ્થાનિકોએ બનાવેલા વીડિયોમાં કારમાં દારૂની બોટલ જોવા મળી હતી અને અકસ્માત બાદ માધુપુરા પોલીસે યુવરાજન ને જવા દેતા વિવાદ થયો હતો, ગાડીમા દારૂની બોટલ હોવા છતાં છોડ્યા બાદ ફરી કરી ધરપકડ.

દૂધેશ્વર સર્કલ ખાતે ઘટના બની હતી

અમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે 22 માર્ચે રાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના બની હતી. જેને લીધે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંને નબીરાને ઝડપીને કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ પછી ત્યાં હાજર ટ્રાફિકના TRB જવાનને બોલાવી 112ને જાણ કરી હતી.

[[$alsoread]]


આ પણ વાંચો : Rajkot News : રાજકોટમાં મહિલાઓના નામે પ્રોપર્ટી ટ્રેન્ડ વધ્યો, 34 ટકા દસ્તાવેજ મહિલાના નામે થયા


 

  • Follow us on: