આરોપીઓએ સિનિયર સિટિઝન સાથે 7.12 કરોડની છેતરપિંડી કરી હતી અને મની લોન્ડરિંગ, પોર્નોગ્રાફીની ધમકી આપી પૈસા પડાવ્યા હતા, અમદાવાદ અને સુરતના 12 ખાતા ધારકની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ સાયબર ક્રાઈમે આ ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને અન્ય કોની સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે.
વૃદ્ધોને ટાર્ગેટ કરી આરોપીઓ રૂપિયા પડાવે છે
ફરીયાદીને TRAI, મુંબઇ ક્રાઇમ બ્રાંચના અધિકારી તરીકે કોલ કરી ફરીયાદી મની લોન્ડરિંગ જેવી ગેરકાયદેસરની પ્રવ્રૃતિમાં સંકળાયેલ છે. જે બાબતે મુંબઇ ક્રાઇમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાયેલ છે તેમ જણાવી ફરીયાદીને EDમાં વેરિફિકેશન કરવાના બહાને કુલ રૂ.7,12,84,000 (અંકે રૂપિયા સાત કરોડ બાર લાખ ચૌર્યાસી હજાર પુરા) ની છેતરપિંડી કરતી ગેંગના સભ્યો ઝડપાયા છે. અત્યાર સુધી ઝડપાયેલ આરોપીઓમાં મોટા ભાગની મોડસ ઓપરેન્ડી એવી છે કે, જેમાં વૃદ્ધોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવવામાં આવ્યા છે.
1930 હેલ્પલાઇન નીચે મુજબની પરિસ્થિતિઓમાં મદદરૂપ બને છે
૧. UPI / Paytm / Google Pay / PhonePe ફ્રોડ
૨. ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફ્રોડ
૩. બેંક લોગિન / OTP ફિશિંગ હુમલો
૪. ઈ-કોમર્સ ફ્રોડ (નકલી ઓનલાઈન શોપિંગ સાઇટ્સ)
૫. સોશિયલ મીડિયા હેકિંગ અથવા નકલી પ્રોફાઇલ
૬. લોન એપ્લિકેશન ઠગાઈ, રોકાણ સ્કેમ અથવા ગિફ્ટ સ્કીમ ફ્રોડ
૭. કૉલ, ઈમેલ અથવા મેસેજ દ્વારા થયેલી ઠગાઈ
સાયબર ફ્રોડથી બચવા માટે નીચે મુજબ સાવચેતી રાખો:-
૧. અજાણી લિંક પર ક્લિક ન કરો.
૨. કોઈને OTP કે પાસવર્ડ આપશો નહીં.
૩. સત્તાવાર એપ્લિકેશન અને વેબસાઇટ જ ઉપયોગ કરો.
૪. અતિ આકર્ષક ઑફરો કે ઇનામના મેસેજથી સાવચેત રહો.
૫. ફ્રોડ થતાં જ ૧૯૩૦ પર કૉલ કરો અને www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો.
સાયબર સજાગ રહો, ડિજિટલ સુરક્ષિત રહો
આમ, ૧૯૩૦ હેલ્પલાઇન એ ભારતના ડિજિટલ નાગરિકોને સાયબર ગુનાઓ સામે સુરક્ષિત રાખવા માટેનું શક્તિશાળી સાધન છે. તે માત્ર એક હેલ્પલાઇન નથી, પરંતુ એક એવી ઝડપી પ્રતિભાવ વ્યવસ્થા છે, જે ગુનેગારોના હાથ સુધી પૈસા પહોંચે તે પહેલાં જ રોકી શકે છે. દરેક નાગરિકે આ હેલ્પલાઇન વિશે જાણકારી રાખવી જોઈએ અને બીજાને પણ માહિતગાર કરવા જોઈએ. ફ્રોડ થયાની જાણ થતાં જ વિલંબ કર્યા વિના ૧૯૩૦ પર કૉલ કરીને પોતાના હકની રક્ષા કરવી જોઈએ.
આ પણ વાંચો : Banaskanthaના અંબાજી મંદિરે પોષી પૂનમે માઈભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, જુઓ Video