અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ વાયરલ ઓડિયોમાં પોલીસકર્મી અને એક નાગરિક વચ્ચે રૂપિયાની લેવડદેવડ અંગે સ્પષ્ટ વાતચીત સાંભળવા મળી રહી છે. ક્લિપમાં પોલીસકર્મી સામેવાળા વ્યક્તિ પાસે રૂ. 50 હજારની માંગણી કરી રહ્યો છે. જોકે, આ નાણાં કયા કામ માટે અથવા કયા કેસમાં પતાવટ માટે માંગવામાં આવી રહ્યા છે, તેનો ઓડિયોમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.


ખાખી પર ભ્રષ્ટાચારના ડાઘ

ઓડિયો ક્લિપમાં નાગરિક પોલીસકર્મીને કહી રહ્યો છે કે, "મેં તમને અગાઉ 20 હજાર તો આપી દીધા છે, તો પછી હવે બીજા 50 હજારની માંગણી શા માટે કરી રહ્યા છો?" આ સવાલ સામે પોલીસકર્મી દ્વારા કરવામાં આવેલી વાતચીતથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ ક્લિપ વાયરલ થતા જ શહેરમાં પોલીસની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉભા થયા છે. જોકે, 'સંદેશ ન્યૂઝ' આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતાની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : Surat News : BRTS માં મુસાફરી કરનારાઓ માટે મોટા સમાચાર, સરકારે લીધો આ મોટો નિર્ણય...



  • Follow us on: