ડાયમંડ સિટી સુરતમાં ઉત્તરાયણના પર્વે પતંગબાજીનો અનેરો ઉત્સાહ જોવા મળે છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે અકસ્માતની કોઈ હોનારત ન સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલે એટલે કે 14મી જાન્યુઆરી, ઉત્તરાયણના દિવસે સુરત શહેરમાં તમામ BRTS બસ સેવાઓ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. પાલિકા તંત્રના જણાવ્યા અનુસાર, BRTS કોરિડોરમાં લોકો પતંગ ચગાવતા હોય છે અને ઘણીવાર પતંગ લૂંટવાના ચકરાવામાં નાના બાળકો અને યુવાનો અચાનક બસના ટ્રેક પર દોડી આવતા હોય છે. આ સંજોગોમાં તેજ ગતિએ આવતી બસ અકસ્માત સર્જી શકે છે, જેથી જાનહાનિ રોકવા માટે આ કડક નિર્ણય લેવાયો છે.


કોરિડોરમાં અકસ્માતનો ભય

ઉત્તરાયણ બાદ વાસી ઉત્તરાયણ એટલે કે 15મી જાન્યુઆરીએ પણ બસ સેવામાં આંશિક અસર જોવા મળશે. 15મીએ BRTS બસ સેવામાં અંદાજે 70 ટકા જેટલો કાપ મૂકવામાં આવશે, એટલે કે માત્ર 30 ટકા બસો જ નિર્ધારિત રૂટ પર દોડશે. ખાસ કરીને વરાછા, કતારગામ અને ઉધના જેવા ગીચ વિસ્તારો જ્યાં પતંગબાજીનું પ્રમાણ વધુ હોય છે, ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે. પાલિકાએ શહેરીજનોને અપીલ કરી છે કે તેઓ તહેવાર દરમિયાન જાહેર પરિવહનનો ઉપયોગ કરવાને બદલે વૈકલ્પિક વ્યવસ્થા રાખે અને સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરે.

આ પણ વાંચો : Gandhinagar News : માણસામાં અમિત શાહનો હુંકાર, રૂપિયા 267 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી



  • Follow us on: