દારુબંધી હોવા છતા ખાલી બોટલો મળતા અનેક સવાલ ઉભા થયા છે અને સાથે સાથે મહત્વની વાત તો એ છે કે, આણંદ એસઓજી પોલીસની જે ઓફિસ છે તેની સામેથી જ આ બોટલો ખાલી મળી આવી છે, સ્થાનિકોએ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આણંદ એસઓજી કચેરીની સામે જ વિદેશી દારૂની ખાલી બોટલો
આણંદમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે અને એસઓજી કચેરીથી માત્ર 20 મીટર દૂર વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી છે, એસઓજી કચેરીની નાક નીચે ચાલે છે દારૂની મહેફિલો તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે અને એસઓજી ઓફિસ પાસે કોણ દારૂની બોટલ નાખીને ગયું તે મોટો સવાલ છે, દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની બોટલો ક્યાંથી આવે છે.
આ પણ વાંચો : Ahmedabadની સેવન્થ ડે સ્કૂલની વધુ એક નફફટાઈ, વિદ્યાર્થીઓના એડમિશનને લઈ વિવાદ, જુઓ Video









