અમદાવાદ શહેરમાં ગુનાખોરી ડામવા માટે સક્રિય અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને ગેરકાયદેસર હથિયાર અને કારતુસ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી અગાઉના એક ગંભીર ગુનામાં પોલીસ ચોપડે વોન્ટેડ હોવાનું પણ સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો?
ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે હાથ ધરાયેલા ઓપરેશનમાં કિશોર પંચાલ નામના શખ્સને દબોચી લેવામાં આવ્યો છે. તેની પાસે તપાસ કરતા પોલીસને એક દેશી બનાવટની પિસ્ટલ અને 5 જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે તમામ હથિયારો કબજે કરીને આરોપી વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.














