અમદાવાદ જિલ્લાના ધંધુકા-ફેદરા હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે ધંધુકા-ફેદરા રોડ ઉપર આવેલા હરિપુરા પાટિયા પાસે એક કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક ચાલક વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
સાળંગપુરથી પરત ફરતા દંપતીને નડ્યો અકસ્માત
ઘટનાની મળતી માહિતી અનુસાર, કારમાં સવાર પતિ-પત્ની સાળંગપુર હનુમાનજીના દર્શન કરીને પરત સુરત જઈ રહ્યા હતા. આ દરમિયાન હરિપુરા પાટિયા પાસે તેમની કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ હાઈવે પર લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા.
