અમદાવાદના હાથીજણ સર્કલ પાસે એક ચોંકાવનારી હુમલાની ઘટના સામે આવી છે. અહીં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડ પર કેટલાક શખ્સોએ હિંસક હુમલો કર્યો હતો. સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
એન્ટ્રી કરવા જેવી સામાન્ય બાબતે વિવાદ
ઘટનાની મળતી માહિતી અનુસાર, સિક્યુરિટી ગાર્ડે નિયમ મુજબ આવનાર શખ્સોને રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનું કહ્યું હતું. પોતાની ફરજ નિભાવી રહેલા ગાર્ડની આ વાતથી ઉશ્કેરાયેલા 2 થી 3 શખ્સો ગાળાગાળી કરવા લાગ્યા હતા. મામલો એટલો બિચક્યો હતો કે, આ શખ્સોએ સિક્યુરિટી ગાર્ડને પકડીને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું.













