અમદાવાદના રાણીપ વિસ્તારમાં બે ઉચ્ચ હોદ્દા પર બિરાજતા સરકારી અધિકારીઓ વચ્ચેનો કરુણ વિવાદ સામે આવ્યો છે. GST ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાએ પોતાના નાયબ મામલતદાર પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસની ગંભીર ફરિયાદ નોંધાવી છે. મહિલાના આક્ષેપ અનુસાર, તેનો પતિ સતત પૈસાની માંગણી કરી હેરાન કરતો હતો અને માંગણી પૂરી ન થતા તેને માર મારીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. નોંધનીય છે કે, આ ફરિયાદ કરનાર મહિલાના આ બીજા લગ્ન હતા, જ્યારે તેના નાયબ મામલતદાર પતિના આ ચોથા લગ્ન હતા, તેમ છતાં પણ દાંપત્ય જીવનમાં વિખવાદ સર્જાયો છે.


અનોખો કિસ્સો

પીડિતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, પતિએ માત્ર મારઝૂડ જ નથી કરી પરંતુ પત્નીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો અને તેને નોકરીના સ્થળે બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સરકારી હોદ્દા પર રહીને પત્ની પર આ પ્રકારનો અત્યાચાર ગુજારવાના આક્ષેપે વહીવટી તંત્રમાં પણ ચર્ચા જગાવી છે. હાલમાં રાણીપ પોલીસે આ મામલે ઘરેલુ હિંસા (ડોમેસ્ટિક વાયોલન્સ) અને ધમકી આપવા બદલ ગુનો નોંધી નાયબ મામલતદાર પતિ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar માં આવતીકાલે હાઈવોલ્ટેજ કેબિનેટ બેઠક, બજેટથી લઈને શિવરાત્રી મેળા સુધીના મુદ્દાઓ પર થશે મંથન

  • Follow us on: