અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં નશીલા પદાર્થોનું વેચાણ અને હેરફેરી રોકવા માટે પોલીસે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આ દરમિયાન સાણંદ પોલીસને મળેલી બાતમીના આધારે રેડ કરીને MD ડ્રગ્સનું સપ્લાય કરનાર ટોળકીના 4 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાવ્યું હતું નેટવર્ક

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ પકડાયેલા સપ્લાયરો મુખ્યત્વે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં યુવાધનને નશાના રવાડે ચઢાવવા માટે ડ્રગ્સની હેરફેરી કરતા હતા. સાણંદ પોલીસે આરોપીઓ પાસેથી 20 ગ્રામથી વધુ MD ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ જથ્થાની બજાર કિંમત લાખોમાં હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

સાણંદ પોલીસે તપાસ તેજ કરી

પકડાયેલા ચારેય આરોપીઓની પોલીસ દ્વારા આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નેટવર્ક સાથે અન્ય કયા મોટા માથાઓ સંકળાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાણંદ પોલીસની આ સફળ કામગીરીથી ડ્રગ માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.


આ પણ વાંચો - Ahmedabad News: ચાંદખેડામાં ઢોંસાનું ખીરું ખાધા બાદ બે બાળકીઓના મોત, દંપતીની હાલત ગંભીર