અમદાવાદ શહેરમાં જાહેરમાં તલવારો કે હથિયારો સાથે બર્થ-ડે ઉજવવાનો ક્રેઝ યુવાનો માટે હવે મુસીબત નોતરી રહ્યો છે. અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં જાહેરમાં હથિયારો બતાવી બર્થ-ડે સેલિબ્રેશન કરવું એક યુવકને ભારે પડ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ કૃષ્ણનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બર્થ-ડે બોયની ધરપકડ કરી છે.


શું છે સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં એક યુવકે પોતાના જન્મદિવસે મિત્રો સાથે મળીને જાહેરમાં ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં કાયદાનો ભય રાખ્યા વિના હથિયારોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં યુવક શાનથી હથિયારો બતાવતો જોવા મળ્યો હતો.




પોલીસની કડક કાર્યવાહી

વીડિયો પોલીસના ધ્યાન પર આવતા જ કૃષ્ણનગર પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી વીડિયોમાં દેખાતા 'બર્થ-ડે બોય'ની ઓળખ કરી તેને દબોચી લીધો હતો. જાહેર શાંતિનો ભંગ કરવા અને હથિયારબંધીના જાહેરનામાના ઉલ્લંઘન બદલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ પોલીસ દ્વારા અવારનવાર અપીલ કરવામાં આવે છે કે, જાહેરમાં આવી રીતે ઉજવણી ન કરવી, છતાં કેટલાક તત્વો કાયદાના લીરેલીરા ઉડાવતા હોય છે. ત્યારે પોલીસે આ ધરપકડ કરીને આવા અસામાજિક તત્ત્વોને કડક સંદેશ આપ્યો છે.


આ પણ વાંચો - Ahmedabad News: અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ, જાણો રૂટ



  • Follow us on: