અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા નાગરિકો માટે મેટ્રો કનેક્ટિવિટી હવે વધુ સુવિધાયુક્ત અને વ્યવસ્થિત બની છે. દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોની તર્જ પર હવે અમદાવાદ મેટ્રોમાં પણ અલગ-અલગ રૂટને વિશિષ્ટ 'કલર કોડ' અને નામ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના રૂટના લોકાર્પણ બાદ હવે આખું નેટવર્ક ચાર લાઈનમાં વહેંચાઈ ગયું છે.


કઈ લાઈન કયા રૂટ પર દોડશે?

મુસાફરો સ્ટેશન અને રૂટની ઓળખ સરળતાથી કરી શકે તે માટે નીચે મુજબ કલર કોડ જાહેર કરાયા છે:

  • બ્લ્યુ લાઈન: વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર).
  • રેડ લાઈન: APMC (વાસણા) થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર).
  • યલો લાઈન: મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર, ગાંધીનગર (નવો રૂટ).
  • વાયોલેટ લાઈન: GNLU થી ગિફ્ટ સિટીને જોડતો લિંક રૂટ.




મુસાફરી અને ભાડું

નવા ફેરફાર મુજબ, મોટેરાથી મહાત્મા મંદિર સુધીનું મહત્તમ ભાડું રૂપિયા 40 રહેવાની શક્યતા છે. આ કલર કોડ સિસ્ટમથી લાંબા અંતરના મુસાફરોને ટ્રેન બદલવામાં અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે.


આ પણ વાંચો - Ahmedabad News: મેટ્રોમાં અપડાઉન કરનારા ધ્યાન આપો, આજે આ રૂટ બંધ કરવામાં આવ્યો છે



  • Follow us on: