વડાપ્રધાન મોદી આજે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમમાં હાજર રહેવાના છે. ત્યારે શહેરની લાઈફલાઈન ગણાતી મેટ્રો ટ્રેન સેવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સવારે 11 વાગ્યા સુધી મેટ્રો સેવાનો એક રૂટ બંધ રાખવા માટે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધીનો રૂટ બંધ
આજે અમદાવાગમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ અને ગાંધી આશ્રમમાં વડાપ્રધાન મોદીના વિવિધ કાર્યક્રમો હોવાથી મેટ્રો સેવાનો એક રૂટ બંધ રાખવામાં આવશે. આજે સવારે 9.45 વાગ્યાથી 11 વાગ્યા સુધી મેટ્રો સેવા બંધ રાખવામાં આવશે. જેમાં શાહપુરથી જૂની હાઈકોર્ટ સુધીનો રૂટ બંધ રહેશે. વસ્ત્રાલથી શાહપુર સુધીનો રૂટ યથાવત રાખવામાં આવશે. જ્યારે જૂની હાઈકોર્ટથી થલતેજનો રૂટ પણ ચાલુ રાખવામાં આવશે.













