આ કામના ફરિયાદી તથા સાહેદ ઉપર જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલ હોય જે ગુનાની તપાસ આ કામના આક્ષેપિત નં-1 નાઓ ચલાવી રહેલ હોય અને આ કામના ફરીયાદી વિરુધ્ધ પાસા નહી કરવા તથા સાહેદના ટ્રકના અસલ કાગળોની ફાઇલ પરત આપવા માટે આક્ષેપિત નંબર-1 તથા 2નાઓ વતી આક્ષેપિત-3 નાઓએ લાંચની માગણી કરેલ અને ફરિયાદી તથા સાહેદ લાંચની રકમ આક્ષેપિતોને આપવા માટે માંગતા ન હતા.


2 પોલીસકર્મી આ કેસમાં ફરાર છે

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાતી એ.સી.બી.નો સંપર્ક કરી ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં.૩ નાઓએ સાથે આક્ષેપિત નં. ૨ એ ટેલીફોનિક કન્ફર્મેશન આપી હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નંબર-૧ તથા ૨ નાઓ વતી આક્ષેપિત નં. ૩ નાએ લાંચની રકમ સ્વીકારી એકબીજાની ગુનામાં મદદગારી કરી આક્ષેપિત નં-૩ નાઓ સ્થળ ઉપર પકડાઇ ગયેલ તથા આક્ષેપિત નં.૧,૨ નાઓ સ્થળ ઉપર હાજર નહી મળી આવી ગુનો કર્યા વિગેરે બાબત.

આરોપીઓઃ-

01-આર.એમ.રાધનપુરા,પો.સ.ઇ,જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન.

02- આશિષસિંહ ઝાલા,પોલીસ કર્મચારી જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન.

03-આરીફભાઇ અકબરઅલી રવજાણી (પ્રજાજન) રહે.મોણપર તા.મહુવા જી.ભાવનગર.

લાંચની માંગણીની રકમ :

રૂ. ૩,૦૦,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ :

રૂ. ૩,૦૦,૦૦૦/-

લાંચની પરત મેળવેલ રકમ:

રૂ. ૩,૦૦,૦૦૦/-

ટ્રેપીંગ અધિકારી:

આર.ડી.સગર,

ઇ.ચા પોલીસ ઈન્સ્પેક્ટર,

અમરેલી એ.સી.બી. પો.સ્ટે. તથા પો.સ્ટાફના કર્મચારીઓ

સુપરવિઝન અધિકારી :

એસ.એન.બારોટ,

મદદનીશ નિયામક,

ભાવનગર એ.સી.બી. એકમ

ઇન્ચાર્જ અધિકારીઃ

બળદેવસિંહ વાઘેલા,

નાયબ નિયામક 

એ.સી.બી.રાજકોટ.


આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત


  • Follow us on: