અમરેલીના બગસરામાં જુની અદાવતમાં મારામારી થતા 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે, જુની અદાવતમાં આ બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, બગસરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે.
બગસરામાં જુની અદાવતમાં બે સામાજ વચ્ચે થઈ અથડામણ
અમરેલીના બગસરામાં જુની અદાવતમાં બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી બાદ અથડામણ થઈ હતી અને સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, એક બીજા સાથે હાથાપાઈ કર્યા હોવાની વાત સામે આવી છે, તો અથડામણમાં બન્ને પક્ષે 8 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આસાપસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે.













