અમરેલી જિલ્લામાં ફરી ચાર પગનો આતંક સામે આવ્યો છે અને ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર પર મોડી રાત્રે સિંહે હુમલો કરતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, ખેતરમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, તો અમરેલી વન વિભાગે આ મામલે તપાસ શરૂ કરી છે.


અમરેલીમાં સિંહે માણસ પર કર્યો હુમલો

નવા માલકનેસ ગામે ખેડૂતના ભાગીદાર વાડીએ મકાનની છત પર રખોપું કરી રહેતા હતા અને તે દરમિયાન અચાનક સિંહે આવીને હુમલો કર્યો હતો, નવા માલિકનેસ ગામના મનુંભાઈ સુખાભાઈ જાદવ (ઉ.વ.૪૫) પર સિંહ કર્યો હતો હુમલો અને માથાના ભાગે સામાન્ય ઇજાઓ થતા 108ની મદદથી સારવાર અર્થ ખાંભા બાદ અમરેલી ખસેડાયા છે, આ ઘટનાને પગલે ખાંભા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

17 ફેબ્રુઆરી 2026ના રોજ ખાંભામાં સિંહ પાછળ પડતા બળદો કૂવામાં પડ્યા

ઉમરીયા ગામના ખેડૂતની વાડીમાં રાત્રિના સમયે સિંહ ચઢી આવતા અફરાતફરી મચી ગઈ હતી. સિંહને જોઈને ડરી ગયેલા બળદોએ દોટ મૂકી હતી, જેમાં બે બળદ સાથે આખું બળદગાડું વાડીના ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતા જ ખાંભા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. મધરાતે કૂવામાં પડેલા બળદોને બહાર કાઢવા માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી.


આ પણ વાંચો : Valsad News : વલસાડમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક, ઓવરટેક જેવી નજીવી બાબતે વૃદ્ધને માર્યો માર અને પોલીસે ઝડપ્યા તો હસવા લાગ્યા



  • Follow us on: