અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં સ્થિત સથવારા સમાજની વાડી ખાતે સોમવારે એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જય ભવાની હિન્દુ જાગરણ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હિન્દુ સમાજના વિવિધ ફાંટાઓને એક તાંતણે બાંધવાનો અને જાગૃતિ લાવવાનો હતો.


ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ

આ સંમેલનમાં રાષ્ટ્રીય કાર્યવાહિકા સમિતિ, સૌરાષ્ટ્ર પ્રાંતના રસીલાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના વક્તવ્યમાં હિન્દુ સંસ્કૃતિના જતન અને સંગઠિત શક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમની સાથે બગસરાના વિવિધ જ્ઞાતિ-સમાજના અગ્રણીઓ અને સંગઠનોના હોદ્દેદારોએ પણ મંચ શોભાવ્યો હતો.

સંગઠિત થવા માટે આહવાન

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં હિન્દુ સમાજની એકતા અનિવાર્ય છે. વિવિધ સમાજના અગ્રણીઓએ એકસૂરે 'હિન્દુ સમાજ એક થાય' તે માટે હાકલ કરી હતી. સામાજિક સમરસતા જળવાઈ રહે અને યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય તે માટે આવા સંમેલનોની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકોએ આ કાર્યક્રમમાં જોડાઈને સંગઠિત રહેવાના શપથ લીધા હતા.


આ પણ વાંચો - Amreli News: વિઠ્ઠલપુર પાસે શેત્રુજી નદીમાં ન્હાવા ગયેલા યુવક ડૂબ્યો, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો


  • Follow us on: