અમરેલીના વિઠ્ઠલપુર નજીકથી પસાર થતી શેત્રુજી નદીમાં ન્હાવા પડવું એક યુવક માટે જીવલેણ સાબિત થયું છે. નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ સ્થાનીય લોકો અને તંત્રની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી.


ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતો એક યુવક વિઠ્ઠલપુર પાસે શેત્રુજી નદીમાં ન્હાવા માટે ગયો હતો. નદીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન આવતા યુવક અચાનક ડૂબવા લાગ્યો હતો. આસપાસના લોકોએ બૂમાબૂમ કરતા તાત્કાલિક અમરેલી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.

પોલીસ તપાસ અને પોસ્ટ મોર્ટમ

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે 108 એમ્બ્યુલન્સ મારફતે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. તહેવારના દિવસે જ બનેલી આ ઘટનાથી બહારપરા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો - Amreli : ખાંભા તાલુકાના નાના બારમણ ગામે યુવાને આપઘાત કર્યો, પોલીસ તપાસ શરુ


  • Follow us on: