21 જાન્યુઆરીએ શોરૂમના માલિક ભરતભાઈ રાદડિયા ઉપર છરી વડે કરાયો હતો જીવલેણ હુમલો અને હાથમાં અને છાતીના ભાગે છરીના જીવલેણ ઘા મારી ભરતભાઈ ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાં ડીઓ લેટર આપવા બાબતે શોરૂમ ઉપર આવી પ્રતાપ ધાંધલે માલિક સાથે કરી હતી માથાકૂટ.


પોલીસે તાત્કાલિક આરોપી પ્રતાપ ધાંધલને પકડી પાડ્યો હતો

રોફ જમાવતાં પ્રતાપ ધાધલને પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા હતા અને આરોપી પ્રતાપને સ્થળ ઉપર લઈ જઈ ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતુ, આરોપીને કડકમાં કડક સજા મળે તે દિશામાં બાબરા પોલીસે કાર્યવાહી હાથધરી છે અને સ્થાનિકોમાં પણ પોલીસની કામગીરીથી ખુશી જોવા મળી છે. બાઇક શોરૂમના માલિક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક ભરતભાઈ રાદડિયા પર તેમના જ શોરૂમમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલાખોરો હુમલો કરી નાસી છૂટ્યા હતા

ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા અને વધુ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડયા હતા, ત્રણ દિવસ અગાઉ આ ઘટના બની હોવાની વાત છે. ઘટનાની જાણ થતા જ બાબરા પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો.


આ પણ વાંચો : Junagadhમાં યુવાનનું ફિલ્મી ઢબે અપહરણ, મારી નાખવાની ધમકી આપી રૂ.60 લાખ માગ્યા, જુઓ Video


  • Follow us on: