અમરેલી જિલ્લામાં ફરી એકવાર તસ્કરોએ ધાર્મિક સ્થાનોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા સુપ્રસિદ્ધ પીઠડ માતાજીના મંદિરમાં મોડી રાત્રે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. મંદિરમાંથી માતાજીના સોના-ચાંદીના કિંમતી છતરની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. સમગ્ર ચોરીની ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.


[[$googlead]]

તાળું તોડી મંદિરમાં પ્રવેશ્યો ચોર

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામમાં આવેલા પીઠડ માતાજીના મંદિરમાં મોડી રાત્રિના સમયે એક શખ્સ ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. તસ્કરે મંદિરની લોખંડની જાળીનું તાળું તોડી ગર્ભગૃહ સુધી પહોંચ્યો હતો. ચોરે માતાજીના શણગારમાં રહેલા ચાંદીના મોટા છતર અને સોનાના નાના છતર સહિતની કિંમતી ચીજવસ્તુઓની ઉઠાંતરી કરી હતી. સવારે જ્યારે પૂજારી અને ગ્રામજનો મંદિરે પહોંચ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

સીસીટીવીમાં ચોરીની ઘટના કેદ

મંદિરમાં ચોરીની ઘટનાને પગલે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. ચોરી કરનાર શખ્સ મંદિરમાં ચોરી કરતો સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા તાલુકા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવીને ચોરની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.

[[$alsoread]]

ભક્તોમાં ભારે રોષ

પીઠવડી ગામમાં પીઠડ માતાજીના મંદિરમાં થયેલી આ ચોરીને પગલે સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તસ્કરને વહેલી તકે ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકો ચોરીની ઘટનામાં વધારો થવાને પગલે પોલીસ પેટ્રોલિંગ વધારે તેવી માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Amreli News : લીલીયામાં કાળમુખો ખાડો, બાઇક ખાબકતા એકનું મોત, બે મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત


  • Follow us on: