આણંદના પેટલાદમાં અકસ્માતમાં 2ના મોત થયા છે અને જંત્રાલ-વિરસદ રોડ પર અકસ્માત થયો હતો જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, બાઇકચાલક હરેશનું ઘટના સ્થળે જ મોત નિપજયું છે અને અકસ્માતમાં 8 વર્ષની બાળકીનું પણ મોત થયું છે, પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આણંદના પેટલાદમાં અકસ્માતની ઘટના
બોરસદ તાલુકાના જંત્રાલ-વિરસદ રોડ ઉપર થયેલા અકસ્માતમા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીનું મોત નીપજ્યું છે, અને ગઈકાલે સાંજે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા આ અકસ્માત થયો છે અને બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યોત્સના બેન અને 8 વર્ષની પ્રિયાને ઈજાઓ થતાં પેટલાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.
