ફાર્મસીમાં થયેલ ચોરીનો આક્ષેપ મૂકી ડોકટરોએ ચેક લખાવી લીધો અને ડૉ.જયપાલસિંહ મહીડા, મેહુલ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, બોરસદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, ઈજાગ્રસ્તોને થાપાના ભાગે વધુ ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે.


બોરસદ પોલીસે ડોકટર સામે ગુનો નોંધ્યો

બોરસદની અશ્મિન હોસ્પિટલમાં ફાર્મસીમાં થયેલી ચોરીને લઈ પહેલા 3 યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને ત્યારબાદ હવે ડોકટરોએ માર મારતા ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ કરનાર યુવકનું કહેવું છે કે, તે 3 વર્ષ અગાઉ બોરસદની અશ્મિન હોસ્પિટલમાં કામ કરતો હતો અને ફાર્મસીમાં નોકરી કરતો હોવાની વાત સામે આવી હતી અને આ યુવકની સાથે અન્ય બે યુવકો પણ હતો.

31 જુલાઈ 2025ના રોજ યુવકો ડોકટરને હિસાબ આપી નીકળ્યા હતા

તો આ સમગ્ર ઘટનામાં 31 જુલાઈ 2025ના રોજ ડોકટરને હિસાબ આપી નીકળ્યા હતા અને ત્યારબાદ રાત્રીના સમયે ડોકટરે તેમને ઘરે બોલાવ્યા હતા. જ્યાં ડો. જયપાલસિંહ મહીડા અને મેહુલ શાહ તથા રણજીતસિંહ મહીડા, ડો. અવધેશ અને અન્ય યુવક હાજર હતા. ડો. જયપાલની કેબિનમાં યુવકને લઈ જવામાં આવ્યો હતો અને ફાર્મસીમાં થયેલી ચોરી બાબતનો આક્ષેપ કરીને બંને તબીબ મેહુલ અને જયપાલસિંહે તેને ગમે તેમ અપશબ્દ બોલી બેરહેમીપૂર્વક માર માર્યો હતો.


  • Follow us on: