36 પોઇન્ટ ચેકીંગના ઉભા કરાયા ત્યાં 31st પેહલા સઘન ચેકીંગ હાથ ધરાયું. સંઘ પ્રદેશ દમણ, સેલવાસ તથા મહારાષ્ટ્ર રાજય તરફથી દારૂની હેરાફેરી કરતા તથા દારૂનુ સેવન કરી ગુજરાતની હદમાં પ્રવેશતા વાહન ચાલકોને બ્રેથ એનાલાયઝર મશીન દ્રારા ચકાસણી કરવામાં આવી તેમજ વાહનો ચેક કરાઈ રહ્યાં છે.
કલબ તથા હોટલોમાં પણ ચેકીંગ કરાઈ રહ્યું છે
31stની ઉજવણી શાંતિ મય માહોલમાં થાય તે માટે જિલ્લા પોલીસ વડાએ લોકોને અપીલ કરી છે અને પોલીસે એક્સન પ્લાન તૈયાર કર્યો છે જેમાં જીલ્લા એલ.સી.બી./એસ.ઓ.જી./પેરોલ ફર્લો તથા પોલીસ સ્ટેશનના અધિકારી/કર્મચારીઓ દ્રારા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો વિસ્તારોમાં આવેલ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, કલબ તથા હોટલોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવાની કામગીરી કરવામાં આવનાર છે..













