આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પોલીસને દારૂબંધીના અમલીકરણમાં એક મોટી સફળતા મળી છે. પેટલાદના ભારેલ ગામ નજીક આવેલી સહયોગ હોટલના પાર્કિંગમાં શંકાસ્પદ હાલતમાં પડેલા એક કન્ટેનરની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ કન્ટેનરમાં ચોખાના કટ્ટાની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસે કુલ 986 પેટી વિદેશી દારૂ જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત અંદાજે 1 કરોડ 51 લાખ 800 રૂપિયા જેટલી થાય છે.


ચોખાના કટ્ટા કે દારૂની પેટી?

આ રેડ દરમિયાન પોલીસે માત્ર દારૂ જ નહીં, પરંતુ હેરાફેરી માટે વપરાતા 500 નંગ ચોખાના કટ્ટા અને 15 લાખની કિંમતનું ટ્રક કન્ટેનર (નંબર MP 09 HH 4792) પણ કબજે લીધું છે. આમ, કુલ મળીને 1 કરોડ 66 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની ગાડી જોઈ ટ્રકનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : Surat News : નિવૃત્ત કર્મચારીને ટાર્ગેટ કરી આચરાયું 42 લાખનું કૌભાંડ, બેંકના ઉચ્ચ અધિકારીઓની ધરપકડ


  • Follow us on: