ફાર્મા કંપનીનો કેમિસ્ટ ડ્રગ્સ બનાવતો હતો અને 70 ગ્રામ MD ડ્રગ્સ, રો મટીરિયલ કબ્જે કરવામાં આવ્યું છે, ભરૂચ SOG ટીમે રેડ કરી કાર્યવાહી હાથ ધરી છે અને એક શખ્સની અટકાયત કરી છે, ઘરમાં ડ્રગ્સ બનાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે.


[[$googlead]]

ભરૂચ એસઓજી પોલીસે ડ્રગ્સની ફેકટરી ઝડપી

અંકલેશ્વર GIDCમાં રહેણાંક વિસ્તારમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી ઝડપાઈ છે અને સિદ્ધ કો.ઓ. હા. સોસાયટીમાં ભાડાના મકાનમાં બનાવાતું હતું MD ડ્રગ્સ, બી બ્લોકમાં 301 નંબરના ભાડાના મકાનના બાથરૂમમાં લેબ તૈયાર કરી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની વાત સામે આવી છે અને ફાર્મા કંપનીનો કેમિસ્ટ ડ્રગ્સ બનાવતો હતો અને પોલીસે 70 ગ્રામ જેટલું MD ડ્રગ્સ અને રો-મટીરિયલ કબ્જે કરી હોવાની મળી માહિતી. આ ડ્રગ્સ કોને આપવામાં આવતું હતું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

મકાન કોનું છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી

આ મકાન કોનું છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે, ઘણા સમયથી આ મકાનમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હશે તેવું પોલીસનું અનુમાન છે અને પોલીસે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધ્યો છે, આ સમગ્ર કેસમાં હાલમાં એક શખ્સની અટકાયત કરી છે, પરંતુ હજી પણ અન્યના નામ સામે આવે તેવી પોલીસને આશંકા છે.

[[$alsoread]]


આ પણ વાંચો : Junagadh News : જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ, ભવનાથમાં અત્યાર સુધી 4 લાખથી વધુ ભકતો ઉમટ્યા


  • Follow us on: