ફિલ્મોમાં ઘણીવાર પોલીસ ગુનેગારોનો પીછો કરતા નજરે ચડે છે. જેમાં હેવી સંગીત સાથે પોલીસ સ્ટાઈલમાં ગુનેગારોને ઝડપી લે છે, અને પછી જેલના હવાલે કરે છે. આવો જ એક કિસ્સો રિયલ લાઈફ બન્યો છે. જેમાં પોલીસે બુટલેગરનો ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી લીધો હતો. આ સાથે પોલીસે દારૂ સહિતનો અન્ય મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. આ દ્રશ્યો જોઈને કોઈપણ બોલી ઉઠશે કે, 'કાનુન કે હાથ બહોત લંબે હોતે હૈ'.


[[$googlead]]

ઘટનાની વિગતો

ઘટનાની મળતી માહિતી અનુસાર, અરવલ્લી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક કારમાં દારૂના મોટા જથ્થાની હેરાફેરી થવાની છે. જેના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન કારચાલક પૂર ઝડપે પસાર થતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દારૂનો જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. પોલીસે આ બુટલેગરનો 25 કિમી સુધી પીછો કર્યો હતો. પોલીસે બુટલેગર પાસેથી 912 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો છે. આ સાથે પોલીસ દ્વારા આ મામલે કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

એક ઈસમ ઝડપાયો એક ઈસમ ફરાર

અરવલ્લી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા એક બોલેરો કારનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂની હેરાફેરી કરનાર બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. બોલેરો કારનો 25 કિમી સુધી પીછો કરીને પોલીસે દારૂ ઝડપી લીધો છે. પોલીસે મોડાસાના જીવણપુરથી ભિલોડા રામપુરી સુધી પીછો કર્યો છે.

[[$alsoread]]




આરોપીએ ખેતરમાં બોલેરો ઉતારી દીધી હતી. જે બાદ બે ઈસમોમાંથી કાર છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી પોલીસે એક ઈસમને ઝડપી લીધો હતો. જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો. આ કારમાંથી પોલીસને 2.60 લાખ રૂપિયાની કિંમતની 912 બોટલ વિદેશી દારૂ બોટલ જપ્ત કરવામાં આવી છે. આ મામલે રાજસ્થાનના જાલોરના જોધારામ જાટની ધરપકડ કરી લેવામાં આવી છે. એલસીબી પોલીસ દ્વારા કાર સહિત 10.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો છે.


આ પણ વાંચો - Aravalli: ધનસુરા હાઈવે પર રાહદારીને હવામાં ફગોળ્યો, કમકમાટીભર્યા અકસ્માતના CCTV સામે આવ્યા



  • Follow us on: