અરવલ્લીના ધનસુરા-વડાગામ હાઈવે પર એક હચમચાવી દેનારો અકસ્માત સર્જાયો છે. ધનસુરાના બુટાલ શીતકેન્દ્ર નજીક પુરપાટ ઝડપે આવતી એક કારે રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ હવે સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


કાર ચાલકે રાહદારી હવામાં ફગાયો 

વાયરલ થયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ શાંતિથી હાઈવે ક્રોસ કરી રહ્યો હતો, તે જ સમયે પૂરઝડપે આવી રહેલી એક બેકાબૂ કારે તેને જોરદાર અડફેટે લીધો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે રાહદારી હવામાં ફગાયો હતો અને દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી રોડ વચ્ચેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી.

હોસ્પિટલમાં સારવાર હેઠળ

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાહદારીને તાત્કાલિક ધોરણે ધનસુરા CHC (સામૂહિક આરોગ્ય કેન્દ્ર) ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલમાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો:  RMC સીટી બસમાં મોતની સવારી, હેન્ડબ્રેક હોવા છતાં દોડી રહી છે બસો, ડ્રાઈવરે જ વીડિયો વાયરલ કરી ખોલી પોલ



  • Follow us on: