આ કામે ફરિયાદી વિરુઘ્ઘના દાવાના કામે સિવિલ કોર્ટ દ્વારા સ્થળ પંચનામું કરવાનો હુકમ કરતા આરોપી દ્વારા સ્થળ પંચનામું કરવાં સારું સરકારી ફી ઉપરાંત વધારાના રૂપિયા 3000ની ગેરકાયદેસર લાંચના નાણાંની માગણી કરી હતી અને જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા લાંચનું છટકુ ગોઠવતા લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-1ની હાજરીમાં લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાય જઇ ગુનો કર્યો હતો.

ફરીયાદી:- એક જાગૃત નાગરીક

આરોપીઃ- શક્તિદાન જુજારદાન ગઢવી, આસિસ્ટન્ટ (કોર્ટ કમિશ્નર), વર્ગ-૩, પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ, સુઇગામ, રહે. માડકા, તા. વાવ, જી. વાવ-થરાદ.

ટ્રેપ ની તારીખ : ૧૮/૦૧/૨૦૨૬

લાંચની માંગણીની રકમ: રૂા.૩,૦૦૦/-

લાંચની સ્વીકારેલ રકમ : રૂા.૩,૦૦૦/-

લાંચની રીકવર કરેલ રકમ : રૂા.૩,૦૦૦/-

ટ્રેપ નું સ્થળ : ક્રિષ્ના પાર્લર, શાંતિ કનક પ્રવેશદ્વારની સામે, વાવ સર્કલ, ભાભર, તા. ભાભર, જી. વાવ-થરાદ.

ટ્રેપીંગ અધિકારી:

એન. એ. ચૌધરી,

પોલીસ ઇન્સ્પેક્ટર,

બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર.

સુપર વિઝન અધિકારી:

કે. એચ. ગોહિલ,

મદદનિશ નિયામક,

એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.

ઈન્ચાર્જ અધિકારી:

બલદેવસિંહ વાઘેલા,

નાયબ નિયામક, એ.સી.બી.,

રાજકોટ.


આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના ફલાવર શોમાં 21 કરોડના ખર્ચ સામે આવક 6.52 કરોડ, એન્ટ્રી ફી વધારતા સહેલાણીઓ ઘટયા !