ઔદ્યોગિક નગરી ભરૂચમાં માસૂમ બાળકીઓ પણ હવે સુરક્ષિત નથી તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરૂચ શહેરના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં રાત્રિના સમયે ઘરમાં સૂતેલી 11 વર્ષની સગીરા સાથે છેડતી અને અડપલા કરનાર નરાધમ પિયુષ ઉર્ફે પિયા પરમારની પોલીસે ધરપકડ કરી છે. આ મામલે પોલીસે પોક્સો (POCSO) અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


બાળકીની બૂમો સાંભળી પિતા જાગી ગયા

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભરૂચના એક વિસ્તારમાં રહેતી 11 વર્ષની સગીરા રાત્રિના સમયે પોતાના ઘરમાં સૂતી હતી. આ દરમિયાન પાડોશમાં કે નજીકમાં રહેતો પિયુષ ઉર્ફે પિયો પરમાર નામનો શખ્સ દાનત બગાડી ઘરમાં ઘૂસી ગયો હતો. નરાધમે બાળકીના કપડાં ઉતારી તેના ગુપ્તાંગ સાથે અડપલા શરૂ કર્યા હતા. ભયભીત થયેલી બાળકીએ બૂમાબૂમ કરતા તેના માતા-પિતા જાગી ગયા હતા. પરિવાર જાગી જતાં આરોપી પિયુષ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો

ઘટના અંગે પરિવારજનોએ તુરંત જ સી ડિવિઝન પોલીસનો સંપર્ક સાધ્યો હતો. ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી પિયુષ ઉર્ફે પિયા પરમારને દબોચી લીધો હતો. પોલીસે સગીરા અને આરોપી બંનેનું મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી છે.

કોર્ટે મંજૂર કર્યા રિમાન્ડ

સી ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસની દલીલો અને ગુનાની ગંભીરતાને જોતા કોર્ટે આરોપી પિયુષના 6 માર્ચ બપોર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માગ કરી રહ્યા છે.


આ પણ વાંચો - Bharuchના હાંસોટમાં કારના રીપેરીંગ શો રૂમમાં આગ, 3 કાર બળીને ખાખ થઈ


  • Follow us on: