ભાવનગરમાં અકસ્માત સર્જાયો છે જેમાં 2 વૃદ્ધના ઘટના સ્થળે મોત થયા છે, કાર ચાલકે સ્કૂટર ચાલકને અડફેટે લીધા છે જેના કારણે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલકની અટકાયત કરી છે, તો મૃતક બન્ને વૃદ્ધ ભાવનગરના રહેવાસી હોવાની વાત સામે આવી છે.


વલ્લભીપુર-ચમારડી પાસે કારે સ્કૂટરને અડફેટે લીધું

ભાવનગરના વલ્લભીપુર-ચમારડી પાસે અકસ્માતની ઘટના બની છે જેમાં કારે સ્કૂટર ચાલકને અડફેટે લેતા 2ના મોત થયા છે, કાર ચાલકની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ શરૂ કરી છે. મહેન્દ્રપુરમ નજીક I20 કારે સ્કૂટર સવાર બે આધેડને અડફેટે લીધા છે, સ્થાનિકોનું કહેવું છે કે, વલ્લભીપુર-ચમારડી નજીક મહેન્દ્રપુરમ પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

કાર ચાલક પાસે લાયસન્સ છે કે નહી તેની પણ તપાસ કરવામાં આવશે

પૂરપાટ ઝડપે આવી રહેલી I20 કારે સ્કૂટર પર સવાર બે આધેડને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ મોત થયા છે, પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ચમારડી ગામના મુંજાણી પ્રેમજીભાઈ જેરામભાઈ અને કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વલ્લભીપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.


આ પણ વાંચો : Agriculture News : રાયડાના પાકમાં રોગ નિયંત્રણ માટે ખેતીવાડી વિભાગની ખેડૂતોને માર્ગદર્શિકા અનુસરવા અનુરોધ


 

  • Follow us on: