વલ્લભીપુર-અમરેલી હાઈવે પરથી આશરે 3000થી વધુ ચપટા (બોટલો) જપ્ત કરવામાં આવી છે. વલ્લભીપુર-અમરેલી હાઈવે પરથી ભાવનગર એલ.સી.બી. ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે અને પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે, દારૂનો જથ્થો કોને અને કયાં આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ભાવનગર એલસીબી પોલીસની ટીમ વિસ્તારમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, GJ08AU5706 નંબરની મહિન્દ્રા બોલેરો પિકઅપ ગાડીમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે અને આ બાતમીના આધારે, પોલીસે વલ્લભીપુર હર્ષ વિલા આર્કેડ પાસેથી પસાર થઈ રહેલી શંકાસ્પદ ગાડીનો પીછો કરીને તેને ઝડપી પાડી હતી. ગાડીની તલાશી લેતા, તેમાં ગટર સાફ કરવા માટે ઉપયોગમાં લેવાતા જેટકિંગ ટેન્કરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી.

વલ્લભીપુર પોલીસ આ મામલે વધુ તપાસ કરશે

તો દારૂના જથ્થા સાથે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર ઘટનામાં વલ્લભીપુર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પોલીસે અંદાજે 3000થી વધુ 180mlની બોટલ જપ્ત કરી છે.


આ પણ વાંચો : Rajkot News : પહેલા ફાયરિંગ કર્યુ અને હવે ચાલવાના પણ ફાંફા, સમીર ઉર્ફે સંજલોનીનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યુ


  • Follow us on: