ભાવનગર જિલ્લાના સિહોરમાં લીલા ગાંજા તથા અફીણનું મસમોટું વાવેતર મળી આવ્યું છે, નશીલા માદક દ્રવ્યોનો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટી રેડ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે, પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે અને તપાસ શરૂ કરી છે.
ગાંજાની ખેતી કરનાર બંને ભાઈઓ ઝડપાયા
સિહોર પોલીસે 1100 કિલો ગાંજા તથા અફીણની ખેતી ઝડપાઈ છે, અંદાજિત સાડા દસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને છેલ્લા કેટલા સમયથી ગાંજા અને અફીણની ખેતી કરવામાં આવતી હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, સાથે સાથે આ ગાંજો કોને આપવામાં આવતો હતો તેની પણ તપાસ કરાઈ રહી છે. પોલીસ આ મામલે આરોપીઓના વધુ રિમાન્ડની પણ માગ કરી શકે છે.
