સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આદિવાસી વિસ્તારમાં સિંચાઇ વ્યવસ્થાનો અભાવ છે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે, આદિવાસી વિસ્તારમાં વ્યવસ્થાઓ ન હોવાથી આદિવાસી સમાજ દુઃખી છે, તો બીજી તરફ સાંસદે રાજ્ય સરકારના બજેટના વખાણ કર્યા હતા અને દેવમોગરા મંદિરના ડેવપલમેન્ટને લઇ અભિનંદન પાઠવ્યા હતા.
સાંસદે સિંચઇ વ્યવસ્થા માટે આયોજન ન થતા નારાજગી વ્યક્ત કરી
સાંસદે વધુમાં કહ્યું કે, ડેડીયાપાડામાં ગંગાપુર ડેમની વર્ષો જૂની માગ ન સ્વીકારાઇ અને સાગબારા, ડેડીયાપાડ, ચીકદા વિસ્તાર સિંચાઇથી વંચિત છે અને નર્મદા યોજનાનું પૂરતું પાણી મળે તેવી માગ કરી છે. આદિવાસી વિસ્તારમાં પાણી પૂરતું મળે તે માટે પત્રમાં ઉલ્લેખ કરાયો છે, તો પાણી ના મળવાના કારણે ખેડૂતોને પણ સિંચાઈમાં જોઈએ તે રીતે પાણી મળતું નથી, વધુમાં સાસંદનું કહેવું છે કે, સરકારે દાહોદ છોટાઉદેપુર જિલ્લાને સિંચાઈ વ્યવસ્થા માટે આવરી લીધો ખૂબ સારી વાત કરી છે.
